preloader
SGAN

  • logo
  • SHREE SWAMINARAYAN GURUKUL - NARANPAR

  • logo

રાષ્ટ્રીય કક્ષાએ અંડરઆર્મ ક્રિક્રેટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારણપરના વિદ્યાર્થીઓનો દબદબો

10 Jun, 2023


                     ઈન્ટરનેશનલ અંડરઆર્મ ક્રિકેટ ફેડરેશન અને અંડરઆર્મ ક્રિકેટ ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા  હરિયાણાના રોહતક ખાતે રાષ્ટ્રીય અંડર આર્મ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની ટીમ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારાણપર સંચાલિત શ્રી ઘનશ્યામ એકેડેમી CBSE અંગ્રેજી માધ્યમ અને શ્રી ઘનશ્યામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ શાળાના કુલ 40 વિદ્યાર્થીઓએ ગુજરાતની અંડર 14 અને 17 ની ટીમમાં પસંદગી પામી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.જેમાં શાળાના અંડર 17 ની ટીમે દ્વિતિય ક્રમાંક તેમજ અંડર 14ની ટીમે તૃતીય ક્રમાંક મેળવ્યો હતો.

                                 રમતગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે આ સિદ્ધિ બદલ  શાળા સંચાલક મંડળ વતી સ્વામીશ્રી નારાયણવલ્લભદાસજી, સ્વામીશ્રી ધર્મ ચરણદાસજી, સ્વામીશ્રી ઘનશ્યામ કેશવ દાસજી, સ્વામીશ્રી દિવ્ય પ્રકાશ દાસજી, ટ્રસ્ટી શ્રી નવીનભાઈ પાંચણી, શિવજી ભાઈ વેકરીયા, ગોવિંદભાઇ હાલાઈ , જાદવજી ભાઈ ગોરસીયા, શામજીભાઈ પિંડોરિયા,મુકેશભાઈ વેકરીયા અને શાળા આચાર્યશ્રી સાકેત સિંઘ અને પંકજ રાજગોર દ્વારા સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.અંડરઆર્મ ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી અર્જુન સિંઘે વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવી હતી.


STUDENT FROM OUR SCHOOL GOT 1ST RANK IN NATIONAL DANCE COMPETITION

09 Jun, 2023

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારણપર સંચાલિત શ્રી ઘનશ્યામ ઍકેડમીની છાત્રા રાષ્ટ્રીય સ્તરે નૃત્યમાં પ્રથમ.

ભુજ તાલુકા ના નારાણપર મધ્યે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારણપર સંચાલિત શ્રી ઘનશ્યામ ઍકેડમી ની છાત્રા પરી સંદીપ શાહએ અખિલ નટરાજન આંતરસાંસ્કૃતિક સંઘ નાગપુર દ્વારા આયોજિત નૃત્યસ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. અમદાવાદ મધ્યે યોજાયેલ નૃત્યારંભ કાર્યક્રમમાં જુનિયર વિભાગના સોલો ડાન્સ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું.

શાળા સંચાલક મંડળ વતી સ્વામીશ્રી નારાયણવલ્લભદાસજી, સ્વામીશ્રી ધર્મ ચરણદાસજી, સ્વામીશ્રી ઘનશ્યામ કેશવ દાસજી, સ્વામીશ્રી દિવ્ય પ્રકાશ દાસજી, ટ્રસ્ટી શ્રી નવીનભાઈ પાંચણી, શિવજી ભાઈ વેકરીયા, ગોવિંદભાઇ હાલાઈ , જાદવજી ભાઈ ગોરસીયા, શામજીભાઈ પિંડોરિયા, મુકેશભાઈ વેકરીયા, દાતાશ્રી લક્ષ્મણભાઈ કાબરિયા અને શાળા આચાર્યશ્રી સાકેત સિંઘ, પંકજ રાજગોર અને સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવવામા આવ્યા હતાં.


PRAVESH UTSAV

09 Jun, 2023

શ્રી સ્વામિનાાયણ ગુરુકુળ નારાણપર ની શાળામાં પ્રવેશોત્સવના અંતર્ગત સદગુણો અને સંસ્કારનું સિંચન ના ધ્યેય સાથે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયું.

 શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારણપર સંચાલિત શ્રી ઘનશ્યામ એકેડમી (CBSE અંગ્રેજી માધ્યમ શાળા) અને શ્રી ઘનશ્યામ વિદ્યાલય(ગુજરાતી માધ્યમ શાળા) માં શાળા ભવ્ય શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  શાળામાં બસો થી વધારે  નવા વિદ્યાર્થીઓને તિલક અને મીઠું મોઢું કરાવી પ્રવેશ અપાયો હતો. આ અવસરે ભુજ મંદિર થી પધારેલ સ્વામિશ્રી ઉત્તમચરણદાસજીએ ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવી, ભારતની મહાન વિભૂતિઓ વિષે બાળકોને અવગત કર્યા હતાં. વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ સમજાવવા તેમજ ધાર્મિક સદગુણો અને સંસ્કારનું સિંચન થાય તે માટે સ્વામીશ્રી ધર્મ ચરણદાસજીએ શબ્દોરૂપી આશીર્વચન પાઠવ્યા હતાં. આ પ્રસંગે  ભુજ મંદિરથી સદગુરુ સ્વામિશ્રી દેવપ્રકાશદાસજી, સ્વામિશ્રી ઉત્તમચરણદાસજી,અને સ્વામિશ્રી  દિવ્યસ્વરૂપદાસજી એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવ્યા હતા. શાળા સંચાલક મંડળ વતી સ્વામીશ્રી નારાયણવલ્લભદાસજી, સ્વામીશ્રી ધર્મ ચરણદાસજી, સ્વામીશ્રી ઘનશ્યામ કેશવ દાસજી, સ્વામીશ્રી દિવ્ય પ્રકાશ દાસજી, ટ્રસ્ટી શ્રી નવીનભાઈ પાંચણી, શિવજી ભાઈ વેકરીયા, ગોવિંદભાઇ હાલાઈ , જાદવજી ભાઈ ગોરસીયા, શામજીભાઈ પિંડોરિયા, મુકેશભાઈ વેકરીયા,રવજી ભાઈ કરાઈ, હરજી ભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને દાતાશ્રી લક્ષ્મણભાઈ કાબરિયા  દ્વારા પ્રવેશ મેળવેલ નવા વિદ્યાર્થીઓને પ્રતીક ભેટ આપવામાં આવી હતી.શાળા આચાર્યશ્રી સાકેત સિંઘ, પંકજ રાજગોર અને સમગ્ર સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું.


100% RESULT OF 10TH & 12TH(SCIENCE & COMMERCE)

12 May, 2023

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર નું ધોરણ 10 અને ધોરણ 12 (સાયન્સ અને કોમર્સ) C.B.S.E. બોર્ડનું  વર્ષ 2022-23 નું ઝળહળતું 100% પરિણામ.

         ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપા, સંતોના આશીર્વાદ ટ્રસ્ટીશ્રી અને આચાર્યશ્રીના માર્ગદર્શન તેમજ વિષય શિક્ષકો - વિદ્યાર્થીઓની અથાગ મહેનતના ફળસ્વરૂપ દર વર્ષની જેમ વર્ષ 2022-23 માં પણ ધોરણ 10 અને ધોરણ 12(સાયન્સ અને કોમર્સ) C.B.S.E. બોર્ડના વિદ્યાર્થીઓએ  100% પરિણામ મેળવ્યું છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ને શાળાના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે 90% થી વધારે પરિણામ મેળવ્યું છે.

શાળાના ઝળહળતા સિતારા

                      ધોરણ :૧૨ સાયન્સ               

1.વેકરીયા હર્ષિલ ખીમજી: 85.50%

2.હાલાઈ હર્શીની  : 82.50%


                              ધોરણ :૧૨ કોમર્સ                      

1.જાડેજા સિદ્ધરાજ સિંહ : 91.83%

2. દરજી યશ  : 89.00%

3.વાઘાણી દિલન:86.50%.

                                           

                                       ધોરણ :10                     

 1. સેંઘાણી ધ્રુવ લાલજી : 91.33%

2. ગાજીપરા ક્રિષ્ના મનસુખ  : 88.67%

3. વાઘાણી જીગર :82.33%                  

   -> શાળાના 15 વિદ્યાર્થીઓ 80% વધારે ગુણ મેળવી ને શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે.

આ સોનેરી સફળતાં બદ્દલ સંચાલક સ્વામીશ્રી, ટ્રસ્ટી ગણ, શાળા આચાર્યશ્રી અને સર્વે શિક્ષકો તરફથી સફળ થયેલ તમામ વિધાર્થીઓને ખૂબખૂબ અભિનંદન.


રાષ્ટ્રીય કક્ષાએ અંડરઆર્મ ક્રિક્રેટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારણપરના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો.

25 Dec, 2022

  ઈન્ટરનેશનલ અંડરઆર્મ ક્રિકેટ ફેડરેશન અને અંડરઆર્મ ક્રિકેટ ફેડરેશન ઓફ એશિયા દ્વારા   પંજાબ ના ચંદીગઢ ખાતે રાષ્ટ્રીય અંડર આર્મ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની ટીમ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારાણપર સંચાલિત શ્રી ઘનશ્યામ એકેડેમી CBSE અંગ્રેજી માધ્યમ અને શ્રી ઘનશ્યામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ શાળાના કુલ 30 વિદ્યાર્થીઓએ ગુજરાતની અંડર 14 અને 17 ની ટીમમાં પસંદગી પામી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.જેમાં ગુજરાત  રાજ્યની ટીમે એ ક્રમશઃ મહારાષ્ટ્ર,પંજાબ,તેલંગાણા, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ગોવા ની  ટીમ સામે સારો દેખાવ કરીને ફાઈનલ સુધી પહોંચી હતી. જેમાં ગુજરાત રાજ્યની અંડર 14 ની ટીમે ફાઇનલમાં હરિયાણાની ટીમ સામે 7 વિકેટથી જીતીને ચેમ્પિયન બની હતી અને પ્રથમ ક્રમાંક સાથે સુવર્ણ ચંદ્રક મેળવીને રાષ્ટ્રીય કક્ષાની અંડરઆર્મ ક્રિકેટમાં ગુજરાતની ટીમનો ડંકો વગાડ્યો હતો. શાળાના વિદ્યાર્થી વાસાણી ધૈર્ય રાષ્ટ્રીય કક્ષાના બેસ્ટ બેસ્ટમેન અને વેકરીયા નિકુંજની બેસ્ટ વિકેટકીપર તરીકે પસંદગી થઈ હતી.

રમતગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે આ સિદ્ધિ બદલ  શાળા સંચાલક મંડળ વતી સ્વામીશ્રી નારાયણવલ્લભદાસજી, સ્વામીશ્રી ધર્મ ચરણદાસજી, સ્વામીશ્રી ઘનશ્યામ કેશવ દાસજી, સ્વામીશ્રી દિવ્ય પ્રકાશ દાસજી, ટ્રસ્ટી શ્રી નવીનભાઈ પાંચણી, શિવજી ભાઈ વેકરીયા, ગોવિંદભાઇ હાલાઈ , જાદવજી ભાઈ ગોરસીયા, શામજીભાઈ પિંડોરિયા,મુકેશભાઈ વેકરીયા અને શાળા આચાર્યશ્રી સાકેત સિંઘ અને પંકજ રાજગોર દ્વારા સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.અંડરઆર્મ ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી અર્જુન સિંઘે વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવી હતી.


શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારાણપરમાં 'ધનુષ' વાર્ષિકોત્સવની ઉજવણી.

17 Dec, 2022


 શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારાણપર સંચાલિત શ્રી ઘનશ્યામ એકેડમી અને શ્રી ઘનશ્યામ વિદ્યાલયમાં શાળાના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 

કાર્યક્રમની શરૂઆત શાળાના સંચાલક સ્વામીશ્રી નારાયણ વલ્લભ દાસજી, સ્વામી શ્રી ધર્મચરણ દાસજી,સ્વામીશ્રી ઘનશ્યામ કેશવ દાસજી,સ્વામીશ્રી દિવ્યપ્રકાશદાસજી  મેનેજિંગ ટ્રસ્ટી મંડળ ના સભ્યો શ્રી નવીનભાઈ પાંચાણી,શિવજીભાઈ વેકરીયા,મુકેશભાઈ વેકરીયા, જાદવજીભાઈ ગોરસિયા, શામજીભાઈ પિંડોરિયા, રવજી ભાઈ કેરાઈ,હરજીભાઈ કેરાઇ,ગોવિંદભાઈ હાલાઈ,લાલજીભાઈ વાલાણી ,શાળા આચાર્યશ્રી સાકેત સિંહ, પંકજ રાજગોર અને વિદેશથી પધારેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે આચાર્ય શ્રી સાકેત સિંહ દ્વારા શાળા નું વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંચાલક શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મ ચરણ દાસજીએ શાળાની અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃતિઓ ને બિરદાવી હતી તેમજ બાળકોને આદર્શ નાગરિક બનવાની શીખ આપી હતી. શાળા દ્વારા બોર્ડ વર્ષ 2020/21અને 2021/22 માં સારા ગુણ પ્રાપ્ત થયેલા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર વર્ષ દરમ્યાન શાળા કક્ષાએ,રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ, સાંસ્કૃતિક અને રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમમાં શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા  25 જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ વિવિધ નૃત્યો,નાટક,સમુહગીત,પિરામિડ, યોગાસન જેવી પ્રસ્તુતિઓએ સર્વે પધારેલા મહેમાનો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત વાલીશ્રીઓને મંત્રમુગ્ધ કર્યા હતા, જેને વિદેશ થી પધારેલા આમંત્રિત મહેમાનશ્રી  શિવજી વીરજી કેરાઈ (ઓસ્ટ્રેલિયા) ભીમજી રામજી હિરાણી (ઇસ્ટ લંડન) હિતેશ રવજી જેસાણી (કંપાલા),નિશાંતભાઈ ,નીતિનભાઈ (કંપલા) એ આદિ માનવંતા મહેમાનો તેમજ વાલીશ્રીઓ એ પ્રોત્સાહન આપીને વધાવી લીધી હતી.આ કાર્યક્રમ ને દેશ વિદેશમાં વસતા હજારો લોકો એ શાળાની યુ ટ્યુબ ચેનલ પર નિહાળ્યું હતું. અને કાર્યક્રમ ની સરાહના કરી હતી.


75th Independence day-आजादी का अमृत महोत्सव

08 Aug, 2022

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારણપર સંચાલિત શાળામાં आजादी का अमृत महोत्सव ની  ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.

            શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ  નારણપર સંચાલિત શ્રી ઘનશ્યામ એકેડેમી CBSE અંગ્રેજી માધ્યમ  શાળા અને શ્રી ઘનશ્યામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ શાળામાં સ્વાતંત્ર્ય દિવસ અને અમૃત મહોત્સવની ઉપલક્ષમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા,બાળ કવિ સંમેલન અને દેશ ભક્તિ આધારિત ગીતસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

               હર ઘર તિરંગા અભિયાન હેઠળ નારણપર ગામ મધ્યે વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરી અને નાગરિકો ને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામના નગરિકો પણ વિદ્યાર્થીઓ સાથે રેલીમાં જોડાઇ ને દેશભક્તિના રંગે રંગાયા હતા. આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ્યારે  દેશ સેવામાં જોડાઈને દેશની સેવા કરી રહ્યા છે ત્યારે શાળાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ દેશની સેવામાં જોડાય એવી ભાવના શાળા સંચાલક મંડળ વતી સ્વામીશ્રી નારાયણ વલ્લભદાસજી,સ્વામીશ્રી ધર્મચરણ દાસજી ,સ્વામીશ્રી ઘનશ્યામ કેશવ દાસજી, સ્વામીશ્રી દિવ્ય પ્રકાશ દાસજી  એ વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી સાકેતસિંઘ અને પંકજ રાજગોર ના માર્ગદશન હેઠળ યોજવામાં આવ્યું હતું અને શાળા ના સર્વે શિક્ષકો તેમાં સહભાગી બન્યા હતા.


100% RESULT OF CLASS 12TH SCIENCE & COMMERCE

22 Jul, 2022

શ્રી ઘનશ્યામકેડેમી - નારણપર નું ધોરણ 12 (સાયન્સ તથા કોમર્સ) નું C.B.S.E. બોર્ડનું  વર્ષ 2021-22 નું અભૂતપૂર્વ 100% પરિણામ 


ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપા, સંતોના આશીર્વાદ ટ્રસ્ટીશ્રી અને આચાર્યશ્રીના માર્ગદર્શન તેમજ વિષય શિક્ષકો - વિદ્યાર્થીઓની અથાગ મહેનતના ફળસ્વરૂપ દર વર્ષની જેમ વર્ષ 2021-22 માં પણ ધોરણ 12 (સાયન્સ તથા કોમર્સ)  C.B.S.E. બોર્ડના વિદ્યાર્થીઓએ  100% પરિણામ મેળવ્યું છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ને શાળાના 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે 90% થી વધારે પરિણામ મેળવ્યું છે. 

  • પરિણામ ની વિશેષતાઓ:

 ધોરણ 12 સાયન્સ:

 * 100% વિદ્યાર્થીઓ પાસ (0 કમ્પાર્ટમેન્ટ, 0 ફેઈલ)

 * A1 ગ્રેડવાળા સાથે શાળાનાં ટોપર્સ વિદ્યાર્થીઓ:

1. સેંઘાણી પૂરુષોત્તમ લાલજી : 93.00%

2. કેરાઈ માધવ અરવિંદભાઈ  : 91.00%

3. ભોજક ભાર્ગવ હેમેનભાઈ : 90.00%

4. રાબડીયા પ્રિયંક જીતેન્દ્ર : 90.00%

5. ઠાકરાણી સ્નેહા જાદવા : 87.00%

* ફર્સ્ટ ક્લાસ સાથે 100% વિદ્યાર્થીઓ પાસ *


 ધોરણ 12 કોમર્સ:

* 100% વિદ્યાર્થીઓ પાસ (0 કમ્પાર્ટમેન્ટ, 0 ફેઈલ)

* A1 ગ્રેડવાળા ટોપર્સ વિદ્યાર્થીઓ:

1.વેકરીયા દિવ્યા જગદીશ : 92.00%

 2. વરસાણી મિતુલ નારણભાઇ: 90.00%

3. ખીમાણી દિયા અરવિંદ : 90.00%

4. ભોજાણી મોનીકા રાજેશ : 88.00%

5. જાડેજા મયુરસિંહ સ્વરાજસિંહ : 88.00%

* ફર્સ્ટ ક્લાસ સાથે 100% વિદ્યાર્થીઓ પાસ *


સર્વેને ખૂબખૂબ અભિનંદન....


100% RESULT OF CLASS 10TH

22 Jul, 2022

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર નું ધોરણ 10 C.B.S.E. બોર્ડનું  વર્ષ 2021-22 નું ઝળહળતું 100% પરિણામ 

ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપા, સંતોના આશીર્વાદ ટ્રસ્ટીશ્રી અને આચાર્યશ્રીના માર્ગદર્શન તેમજ વિષય શિક્ષકો - વિદ્યાર્થીઓની અથાગ મહેનતના ફળસ્વરૂપ દર વર્ષની જેમ વર્ષ 2021-22 માં પણ ધોરણ 10 C.B.S.E. બોર્ડના વિદ્યાર્થીઓએ  100% પરિણામ મેળવ્યું છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ને શાળાના 4 વિદ્યાર્થીઓએ A1-ગ્રેડ સાથે 90% થી વધારે પરિણામ મેળવ્યું છે

 શાળાના ઝળહળતા સિતારા:

1.ગોરસિયા સંચિતા  : 96.00%

2.આયર જેઠા   : 93.00%

3. ભંડેરી શિવમ  : 91.00%

4.ભાનુશાલી દિવ્ય  : 90.00%

5. દ્વિવેદી ધ્રુવ  : 89.00%  

શાળાના 10 વિદ્યાર્થીઓ 80% વધારે ગુણ મેળવી ને શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે.

સર્વેને ખૂબખૂબ અભિનંદન.....


45 students of Shree Ghanshyam Academy Naranpar Participated in National Level Target ball Competition

18 Apr, 2022

રાષ્ટ્રીય કક્ષાની ટાર્ગેટ બોલ સ્પર્ધામાં શ્રી ઘનશ્યામ એકેડમી નારણપરના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો:


શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારાણપર સંચાલિત શ્રી ઘનશ્યામ એકેડેમી CBSE અંગ્રેજી માધ્યમ શાળાના 45 જેટલા વિદ્યાર્થીઓએ ગુજરાત રાજયની ટાર્ગેટ બોલ ટીમ વતી હૈદરાબાદ મુકામે યોજાયેલ રાષ્ટ્રીય ટાર્ગેટ બોલ સબ જુનિયર અને જુનિયર રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં પસંદગી પામી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.જેમાં ગુજરાતની બંન્ને ટીમે ક્રમશઃ મધ્ય પ્રદેશ,બિહાર,રાજસ્થાન, પોંડિચેરી, આંધ્રપ્રદેશ અને પંજાબની ટીમો સામે સર્વોત્તમ દેખાવ કરીને કુલ ૨૨ ટીમમાંથી ગુજરાતની પુરુષ અને મહિલાઓની ટીમે પાંચમો ક્રમાંક હાંસલ કર્યો હતો. આ શાળાની 24 જેટલી વિદ્યાર્થીનીઓ રાષ્ટ્રીય ટાર્ગેટ બોલ સ્પર્ધામાં ભાગ લઈ સારો દેખાવ કરીને રમતગમત ક્ષેત્રે દીકરીઓ પણ દિકરાથી ચડિયાતી છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

રાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધામાં વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા સંચાલક પરિવાર વતી સ્વામીશ્રી નારાયણવલ્લભદાસજી, સ્વામી શ્રી ધર્મ ચરણદાસજી, સ્વામીશ્રી ઘનશ્યામ કેશવ દાસજી, સ્વામીશ્રી દિવ્ય પ્રકાશ દાસજી, સર્વે ટ્રસ્ટીગણ અને આચાર્યશ્રી સાકેત સિંઘ,પંકજ રાજગોર દ્વારા સર્વે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને અભિનંદન પાઠવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વ્યાયામ શિક્ષકો અર્જુન સિંધ અને ભ્રાંતિ વેકરિયાએ વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બિરદાવી હતી. આગામી સમયે ઇન્ડિયા કપ માટે પણ આ શાળાના વિદ્યાર્થીઓ ગુજરાતની ટીમમાં પસંદગી પામીને મથુરા ખાતે રમવા જસે તે બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


"PARIKSHA PE CHARCHA 2022"

01 Apr, 2022

Our Honorable Prim Minister Shri. Narendra Modi will interact students from class 9th upwards on 1st April 2022 for the Pareksha Pe Charcha.

Click here for Live broadcast of Pariksha Pe Charcha  


   


Dominance of students of Shree Ghanshyam Academy Naranpar in National Level Shoot ball Competition

28 Mar, 2022



Five Students of Shri Ghanshyam Academy-Naranpar  


  • Naran Jagdish Vekaria,
  • Vishal Malviya, Deep Sawariya,
  • Vikas Sawariya and Hadia Prince

Participated in the national shoot ball competition held on behalf of Gujarat State Shoot ball Team at Agra.The school excelled against the Uttar Pradesh team and secured the second position.On behalf of the school management, Swami Shri Narayan Vallabhdasji, Swami Shri Dharma Charandasji, Swami Shri Ghanshyam Keshav Dasji, Swami Shri Divya Prakash Dasji, all Trustees and Principal Shri Saket Singh congratulated the all the students on this achievement.


Selection of Girls in "RUGBY" at national level

24 Feb, 2022

PRIDE MOMENT OF SHREE GHASNHYAM ACADEMY NARANPAR 

Three Girls of our school will represent Gujarat  Rugby Team in  National Level Competition 

  • Halai Komal(Class- 8th )
  • Vekariya Krisha(Class - 8th)
  • Rabadiya Monali (Class - 8th)

Congratulations to all the girls from S.G.A.N family.


ADMISSION OPEN (2022-23)-એડમિશન ચાલુ છે (૨૦૨૨-૨૩) , SHREE GHANSHYAM ACADEMY - NARANPAR ENGLISH MEDIUM (CBSE Board): K.G. to 12th (Science & Commerce) તથા શ્રી ઘનશ્યામ વિદ્યાલય- નારણપર ગુજરાતી માધ્યમ (G.S.E.B) ધોરાણ ૬,૭,૮,૯, ૧૦ અને ૧૧.

02 Feb, 2022

SHREE GHANSHYAM ACADEMY - NARANPAR
ENGLISH MEDIUM (CBSE):
K.G. to 12th (Science & Commerce)




INTERNATIONAL YOGA DAY CELEBRATION

21 Jun, 2021


આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણી શાળામાં પણ દર વર્ષે યોગ દિવસ ઉજવવામાં આવે છે. 


આ વખતે કોરોના ના કારણે શાળાઓ બંધ હોવાથી આ ઉજવણી ઓનલાઈન કરવામાં આવશે. આ પ્રોગ્રામ નું લાઈવ પ્રસારણ શાળાની યુટયુબ ચેનલ તથા ફેસબુક પેજ પરથી સોમવાર તારીખ 21/06/21 ના સવારે 9:00 વાગ્યાથી કરવામાં આવશે.


1)Facebook link : https://www.facebook.com/100028140335888/videos/841028093511861/

2) youtube  link: https://youtu.be/mAbnzROqKFk

તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ઉપર આપેલી લીંક પર ક્લિક કરીને આ પ્રોગ્રામમાં ઘરે બેઠા બેઠા ઓનલાઇન જોડાઈ ને યોગ દિવસની ઉજવણી અવશ્ય કરવી.



INTERNATIONAL YOGA DAY CELEBRATION

21 Jun, 2021

It's a pandemic time, we were celebrated INTERNATIONAL YOGA DAY for inspiring  students as well as parents who are at home.

for mental and physical fitness yoga is important now days for these moral we organized LIVE broadcast of the  YOGA DAY CELEBRATION.

  


ADMISSION OPEN (2021-22)-એડમિશન ચાલુ છે (૨૦૨૧-૨૨) , ENGLISH MEDIUM (CBSE Board): For Class L.K.G & U.K.G.

15 Feb, 2021

L.K.G  ના વિદ્યાર્થીઓ માટે સંંપૂર્ણ સ્કૂલ બેગ કિટ તથા યુનિફોર્મ ફ્રી.


એડમિશન ચાલુ છે (૨૦૨૧-૨૨)

15 Feb, 2021

શ્રી ઘનશ્યામ  વિદ્યાલય- નારણપર

 એડમિશન ચાલુ છે (૨૦૨૧-૨૨)

ગુજરાતી માધ્યમ (GSEB)

ધોરાણ ૬,૭,૮,૯ અને ૧૦.


Winners of Online Drawing Competition

06 Jun, 2020

"KALAKRITI" Online Drawing Competition 

Winners of CATEGORY-A (CLASS 3rd to 5th)


1st Rank:Vekariya Priyanshi- (Class 5th)

2nd Rank:Vekariya Anjni-(Class 4th)

3rd Rank: Shah Pari-(Class 3rd)


Winners of Online Drawing Competition

06 Jun, 2020

"KALAKRITI" Online Drawing Competition 

Winners of CATEGORY-B (CLASS 6th to 8th)


1st Rank:Mepani Vidhya (Class 8th)

2nd Rank:Thacker Hetvi(Class 8th)

3rd Rank: Vekariya Kivisha(Class 7th)


Winners of Online Drawing Competition

06 Jun, 2020

"KALAKRITI" Online Drawing Competition 

Winners of CATEGORY-B (CLASS 9th to 12th)


1st Rank:Kerai Vandna (Class 12th)

2nd Rank:Kerai Chandni(Class12th)

3rd Rank: Thakrani Sneha(Class 11th)


ONLINE DRAWING COMPETITION

31 May, 2020

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

                 પ્રસ્તુત કરે છે

"કલાકૃતિ"- (ઓનલાઇન ચિત્ર સ્પર્ધા)

*-------------------------------*


૧.૦ : પ્રસ્તાવના :


ચિત્ર એક એવી કળા છે કે જેમા ચિત્રકાર એક નાનકડા પેપર પર પોતાના મનની તમામ પ્રકારની લાગણીઓ ને વિવિધ રંગોના માધ્યમથી એક નવો આકાર આપે છે. કોરોના મહામારી ના વૈશ્વિક સંકટ ના સમય દરમિયાન બાળક ઘરબેઠે ઓનલાઇન શિક્ષણ તો મેળવી રહ્યું છેે પરંતુ લોકડાઉન હોવાના કારણે બાળકની અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પર તો જાણે સંપૂર્ણ પૂર્ણવિરામ લાગી ગયું છે અને તેથી જ બાળકોમાં એક નવી ઉર્જાનુ સંચાર કરવા માટે શ્રી ઘનશ્યામ એકેડેમી નારણપર દ્વારા એક ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

--------------------------------------------

૨.૦ : વિભાગ તથા વિષયો :


વિભાગ - અ : (ધોરણ ૩ થી ૫)

વિષય : કોરોના થી રક્ષણ માટે સલામતી ના ઉપાયો


વિભાગ - બ : (ધોરણ ૬ થી ૮)

વિષય : કોરોના યોદ્ધાઓ


વિભાગ - ક : (ધોરણ ૯ થી ૧૨)

વિષય : કોરોના સામે આપણી એકતા - જાન ભી, જહાન ભી

---------------------------------------------*

*૩.૦ : સ્પર્ધાના નિયમો :*


૧) ચિત્ર ફરજિયાત પણે ચાર્ટ પેપર ઉપર બનાવવાનું રહેશે જેની *સાઇઝ અડધા ચાર્ટ પેપર* જેટલી હોવી જોઈએ.

૨) ચિત્ર બનાવવામાં માત્ર *વોટર કલર* નો જ ઉપયોગ કરવાનો રહેશે.

૩) ચિત્રની નીચે *જમણી બાજુ* ખૂણામાં વિદ્યાર્થીઓને પોતાનું *પૂરું નામ તથા પોતાનું ધોરણ* ફરજિયાત પણે લખવાનું રહેશે.

૪) દરેક વિદ્યાર્થીએ ગુરૂવાર, તારીખ *૪ જુન ના સવારે ૧૧ વાગ્યા સુધી* પોતાના ચિત્રનું વ્યવસ્થિત રીતે  ફોટો પાડીને એટલે કે તમારું ચિત્ર એકદમ સ્પષ્ટ દેખાય એ રીતે પોતાના *વર્ગ શિક્ષકને અલગથી વોટ્સએપ કરવાનું રહેશે*. અહીં ખાસ ધ્યાન રાખવી કે કોઈ પણ વિદ્યાર્થીએ ઓનલાઇન શિક્ષણનો આપણું ગ્રુપ છે તેમાં વોટ્સએપ કરવું નહીં. 

૫) *દરેક વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય* એમ ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવશે કે જેમને *ઇનામો તથા સર્ટિફિકેટ* દ્વારા સન્માનવામાં આવશે.

૬) દરેક વિદ્યાર્થીઓએ ચિત્ર બનાવવા સમયે શરૂઆતથી અંત સુધીનું *સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ ફરજિયાત પણે* કરી રાખવાનું રહેશે. ખાસ નોંધ લેવી કે ચિત્ર સાથે આ વીડિયો મોકલવાનું નથી પરંતુ જો નિર્ણાયકશ્રીને જરૂર લાગશે તો તેઓ આ વિડિયો રેકોર્ડિંગ જોઈ શકશે.

૭) *નિર્ણાયકશ્રીઓનો નિર્ણય આખરી રહેશે* કે જે કોઈપણ પ્રકારની ચર્ચા વિચારણાને પાત્ર રહેશે નહીં.


*---------------------------------------------*


*વિશેષ નોંધ:*


• આ સ્પર્ધાનું પરિણામનું તારીખ ૬ જુન,૨૦૨૦ ના સવારના ૧૧ વાગ્યે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ લાઈવ પ્રસારણ શાળાના ઓફિસિયલ ફેસબુક એકાઉન્ટ ના માધ્યમથી કરવામાં આવશે.



SATY SAFE FROM COVID 19

04 Apr, 2020

In continuation of the efforts to prevent the spread of COVID-19, the following initiatives of the Government may be brought to the notice of all the students and their family. • AROGYA SETU APP : This App has been developed to fight against COVID -19 which is useful for Students, parents, teachers , other staff and their family members. • This App can be down loaded from: IOS : itms-apps://itunes.apple.com/app/id505825357 Android : https://play.google.com/store/apps/details?id=nic.goi.arogyasetu • PROTOCOL FOR IMMUNITY BOOSTING: Ministry of AYUSH has developed a protocol for immunity boosting measures for self care of kids. A detailed brochure of the same is enclosed for the use of students, teachers, other staff and their family members. • LIGHTING OF CANDLE on 05-4-2020 at 9 P.M.: As addressed by the Hon’ble Prime Minister to the Nation on 3rd April 2020, students, teachers, other staff of the school and their family members may light a candle, diya or torch of their mobile for 9 minutes at 9 PM on 5th April, 2020 Sunday at their HOUSES to realise the power of light and to highlight the objective for which the whole nation is fighting together.


02832-281831, +91 6351819439,
+91 6351833431

Kera Road, Naranpar, Taluka Bhuj-Kutch
Gujarat, India. Pin Code: 370429