CBSE AFFILIATION CODE : 430204
CBSE SCHOOL NUMBER. : 131166

EaI svaaimanaarayaNa gau#kula saMcaailata

શ્રી ઘનશ્યામ એકેડેમી - નારણપર

EaI narnaarayaNa dova T/sT - BauJ


રમત ગમત

રમતગમત જે જિંદગીમાં શારીરિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. એ વિધાર્થીમાં આત્મવિશ્વાસ, ટીમભાવના, શારીરિક માવજત જેવા ગુણોનું સિંચન કરે છે.

‘‘ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન રહેલું હોય છે.’’

આ વાક્યને સિદ્ધ કરવાના હેતુથી સંખ્યાબંધ રમતોનું આયોજન સમગ્ર વર્ષ દરમિયાન શાળા દ્વારા કરવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓને તેમાં ભાગ લેવા માટે પ્રેરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને શારીરિકશિક્ષણ એક વિષય તરીકે પણ શીખવવામાં આવે છે.

ફુટબોલ, વોલીબોલ, ક્રિકેટ, એથ્લેટીકસ જેવી અનેકવિધ રમતોનું આયોજન શાળા કરે છે અને વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શાળાનું નામ રોશન કરી ચૂકયા છે. અમુક પસંદ કરેલી રમતો માટે વધારાની કોચિંગ પણ વિધાર્થીઓને આપવામાં આવે છે.

વાર્ષિક રમતોત્સવ : દર વર્ષે ડીસેમ્બર મહિનામાં શાળા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરે છે . આ ઉત્સવની શરૂઆત માર્ચ-કૂચ , કસરતો દ્વારા કરવામાં આવે છે. સંતો મહાનુભાવો માતાપિતા અને સેંકડો વિદ્યાર્થીઓની હાજરીમાં આ ઉત્સવનું આયોજન થાય છે. વ્યક્તિગત તેમજ જૂથ પ્રમાણે ઈનામોનું વિતરણ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.